ગુજરાતી ઉંધીયું બનાવવા માટે ની રીત:
100 ml ગરમ તેલ માં રાઈ , જીરું, તજ અને સૂકા લાલ મરચા નો વઘાર ઉમેરો. લાલ મરચું અને હળદર ઉમેરી સાંતળી લો.
મીઠું સ્વાદાનુસાર ઉમેરો.
થોડી વાર પછી 4 નાના વાટકા ડુંગળી, 1 વાટકી લીલું લસણ, 2 નાની વાટકી લીલી હળદર, 1 નાની વાટકી લીલા મરચાં ની ઝીણી કટકી ઉમેરો.
તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં લીલા શાકભાજી ઉમેરો.(આશરે 5-6 kg)
(ગુવાર, લીલા ચણા, ટામેટા, બટેટા, લીલા વટાણા, ફ્લાવર, કોબીજ, રીંગણા તેમજ તમારી પસંદ ના અન્ય લીલા શાકભાજી)
હવે આ મિશ્રણમાં પાણી ઉમેરી શાક પાકે નહિ ત્યાં સુધી ગરમ થવા દો.
(વધારે રસા વાળું શાક બનાવવા માટે વઘાર માં તેલ અને છેલ્લે પાણી નું પ્રમાણ વધારે રાખવું)
0 Comments